અમદાવાદમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતી સાડા દસ લાખની મતા લઇ થઇ રફૂચક્કર


અમદાવાદના સેટેલાઇટ શ્રેયશ બંગલોમાં પ્રિયંકા ધવલભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને રેઝરેકશન હેર એન્ડ બ્યુટીના નામે બ્યુટી પાર્લર ધરાવી વેપાર કરે છે. આ બ્યુટી પાર્લરમાં જ્યોતિ પટવા, રાધી દેસાઇ અને અનાયા પ્રદિપ કામત(રહે. નિયોજનનગર, આંબાવાડી) નોકરી કરતા હતા. અનાયા છેલ્લા બે વર્ષથી કામ કરતી હતી તેને દોઢ બે મહિના પહેલા નોકરી છોડી દીધી છે. સલુનની ચાવી પ્રિયંકા અને અનાયા જોડે રહેતી હતી.
દરમિયાનમાં નોકરી દરમિયાન પાકીટમાંથી અવાર નવાર પૈસા ઓછા થયા હતા પરંતુ અનાયાએ નહી લીધાનુ જણાવતી હતી. પાશ્વનાથ સોસાયટીમાં આવેલા મકાનની ચાવી પણ અનાયાને પણ ચાવી આપી હતી. મકાનમાંથી સાત નંગ વીસ્કી પણ અનાયા લઇ ગઇ હોવાનુ તેને સ્વિકાર્યુ અને પૈસા પણ લઇ ગઇ હોવાનુ જણાવ્યુ હતું.
દરમિયાનમાં પ્રસંગ હોવાથી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી દાગીના પણ ગુમ થયા હતા. જેમાં દાગીના અને રોકડ મળી કુલ ૧૦.૬૯ લાખની મત્તા ચોરી લીધી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.
અમદાવાદમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતી સાડા દસ લાખની મતા લઇ થઇ રફૂચક્કર અમદાવાદમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતી સાડા દસ લાખની મતા લઇ થઇ રફૂચક્કર Reviewed by Ravirajsinh Vaja on January 03, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.

Search This Blog

Labels