મારા માટે ભગવાન છે Radhe Maa : રાખી સાવંત

Rakhi Sawant come in support of Radhe Maa
વિવાદોમાં ઘેરાયેલી રાધે માં ના બચાવમાં હવે બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આગળ આવી છે. રાખીએ Radhe Maa નો પક્ષ લેતા કહ્યું કે, રાધે માં એ શું ખરાબ કર્યું છે, મારા માટે તે ભગવાન છે, મિત્ર છે. હું પુછુ છુ કે, એક સ્ત્રી દેવી કેમ બની ના શકે. રાધે માં ની કૃપાથી મારી મનોકામના પૂર્ણ થઈ છે.
રાખીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, ક્યાં પુસ્તકમાં લખ્યું છે કે, એક વહુ દેવી બની શકે નહિ. હું જ્યારે પણ રાધે માં પાસે જઉં છુ મને સારું લાગે છે. તેમનામાં કોઈ જાદુ છે, કોઈ શક્તિ છે, શું છે તે મને ખબર નથી. પરંતુ તે મારી એક મિત્ર છે, તે એકદમ નાજુક ઢીંગલી જેવી છે. અન્ય સાધુ-સંતો પર પ્રશ્ન કરતી રાખીએ કહ્યું કે, લાંબી દાઢી રાખવાથી કોઈ સાધુ બની જતું નથી. જો તે મિની સ્કર્ટ પહેરે તો તેમાં ખોટું શું છે. શું મિની સ્કર્ટ પહેરવું ખોટું છે.
મારા માટે ભગવાન છે Radhe Maa : રાખી સાવંત  મારા માટે ભગવાન છે Radhe Maa : રાખી સાવંત Reviewed by Ravirajsinh Vaja on August 08, 2015 Rating: 5

No comments:

Powered by Blogger.

Search This Blog

Labels